ગુજરાતમાં ભર શિયાળે પડેલા વરસાદે ખેડૂતો અને સામાન્ય જનતાને ચિંતામાં મૂકી દીધા છે. ઠંડીના સમયમાં સામાન્ય રીતે સૂકું અને સ્થિર હવામાન રહેતું હોય છે, પરંતુ આ વખતે વાતાવરણનો મિજાજ અચાનક બદલાઈ ગયો. આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠું નોંધાયું છે અને હજુ આ સ્થિતિ થોડા દિવસ યથાવત રહેવાની શક્યતા છે. Unseasonal Rain Alert In Gujarat
ડાંગ અને છોટાઉદેપુરમાં વરસ્યું કમોસમી માવઠું
આજે ડાંગ જિલ્લામાં અનેક સ્થળે અચાનક વરસાદ વરસ્યો. છેલ્લા ચાર દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ અચાનક ધોધમાર વરસાદ પડતા સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં ઠંડક વધી ગઈ. ગિરિમથક સાપુતારામાં વરસાદને કારણે વાતાવરણ સુહાવણું બન્યું, પરંતુ તળેટી વિસ્તારના ગામોમાં ખેડૂતોની ચિંતા વધી છે. જિલ્લાના મુખ્ય મથક આહવામાં પણ જોરદાર વરસાદ નોંધાયો છે.
8th Pay Commission
Salary Calculator App
8મા પગાર પંચ પછી તમારું પગાર કેટલું વધશે એ જાણવા માંગો છો? હવે કોઈ અંદાજ નહીં!
- Instant salary calculation
- No complex math needed
- Latest 8th Pay Commission formula
- 100% Free & easy to use
ડાંગની સાથે છોટાઉદેપુર જિલ્લામાં પણ કમોસમી માવઠું જોવા મળ્યું. બોડેલી નગરમાં વરસાદના અમી છાંટા પડતા હવામાનમાં ભેજ વધ્યો. તૈયાર પાક અને ખેતીકામને લઈને ખેડૂતોમાં અશાંતિ ફેલાઈ છે.
હવે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા
વેધર એક્સપર્ટ અંબાલાલ પટેલ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી દિવસોમાં ગુજરાતના વધુ વિસ્તારોમાં હવામાન પલટાઈ શકે છે. તેમની આગાહી મુજબ અમરેલી, બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત, રાજપીપળા અને વડોદરાના ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું પહોંચે તેવી સંભાવના છે, જેના કારણે ખેડૂતોને વધુ સાવચેત રહેવાની જરૂર છે.
અંબાલાલ પટેલે પહેલેથી જ આપી હતી ચેતવણી
અંબાલાલ પટેલે અગાઉથી જ જણાવ્યું હતું કે 31 જાન્યુઆરી આસપાસ મધ્ય કક્ષાનો પશ્ચિમ વિક્ષેપ દેશના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં પ્રવેશ કરશે. તેની અસરથી ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં વરસાદ, કરા અને બરફીલા તોફાનની સ્થિતિ સર્જાઈ શકે છે. આ પશ્ચિમ વિક્ષેપની અસર ધીમે ધીમે ગુજરાત અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં પણ પહોંચશે.
તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે 2 ફેબ્રુઆરી સુધી ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં હવામાન પલટાઈ શકે છે. પંચમહાલ સહિત પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો કમોસમી વરસાદ અથવા છાંટા પડવાની સંભાવના છે. રાજસ્થાનમાં તેની અસર વધુ જોવા મળી શકે છે.
ખેડૂતો માટે ચિંતા વધારી દેતો વરસાદ
આ સમયગાળા દરમિયાન પડતો વરસાદ ખાસ કરીને રવિ પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કાપણીના સમય નજીક આવેલા પાક માટે કમોસમી માવઠું મોટું જોખમ બની જાય છે. તેથી ખેડૂતોને આગાહી પર સતત નજર રાખવી અને શક્ય હોય ત્યાં સુધી પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાની સલાહ આપવામાં આવી રહી છે.